Namami Gange Mission in Uttarakhand : પીએમ મોદીએ નમામિ ગંગે મિશન ઉત્તરાખંડ નું ઉદ્ઘાટન કર્યું. – 6th Mega Project- Top News

Namami Gange Mission in Uttarakhand : પીએમ મોદીએ નમામિ ગંગે મિશન ઉત્તરાખંડ નું ઉદ્ઘાટન કર્યું.

નમામી ગંગે પ્રોગ્રામ, એક સંકલિત સંરક્ષણ મિશન છે, જેને રાષ્ટ્રીય નદી ગંગાના પ્રદૂષણરહીત કરવા, સંરક્ષણ આપવા અને કાયાપલટ કરવાના ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે રૂ .20,000 કરોડના બજેટ ખર્ચ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ‘ફ્લેગશિપ પ્રોગ્રામ’ તરીકે મંજૂરી આપવામાં આવી છે.
મંગળવારે પીએમ નરેન્દ્રમોદીએ છઠ્ઠા મેગા પ્રોજેક્ટ, નમામિ ગંગે મિશન ઉત્તરાખંડનું ઉદ્ઘાટન કર્યું છે.
નદીઓ ને આપણા દેશ માં મા સમાન ગણવામાં આવે છે. તેમાં પણ ગંગા નદી પ્રત્યે લોકોનો ખુબ જ મહિમા છે.
તેના પ્રત્યે ઘણી માન્યતાઓ છે. ગંગા નદી ફક્ત તેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ માટે જ નહીં પરંતુ તે દેશમાં ખુબ જ મહત્વ ધરાવે છે.
2014 માં ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે, “જો આપણે તેને સાફ કરવામાં સક્ષમ થઈ જઈશું, તો તે દેશની ૪૦ % ટકા જનતા માટે મોટી મદદ થશે. તેથી, ગંગાની સફાઇ પણ આર્થિક રીતે ખુબ જ જરૂરી છે. ”
પરંતુ ઘણી માન્યતાના ચાલતા લોકો ગંગા નદીને પ્રદુષિત કરી રહયા છે, માત્ર કરી જ નથી રહ્યા પણ ખુબ જ પ્રદુષિત થઇ ગઈ છે. ગંગા નદી નું પાણી લોકો માટે ખુબ જ જરૂરી છે પાટે તેને સાફ રાખવું પણ જરૂરી છે. સરકારે ગંગા નદીના પ્રદૂષણને અટકાવા અને નદીને ફરી સ્વચ્છ બનાવવા માટે ‘નમામી ગંગે’ નામનું મિશન, ગંગા સંરક્ષણ મિશન શરૂ કર્યું છે.
ગંગા કાયાપલટ કરવા માટેના પડકારમાં બહુ-ક્ષેત્રીય, બહુ-પરિમાણીય અને વધુ-હિસ્સેદાર પ્રકૃતિને માન્યતા આપતા, ક્રિયા-યોજનાની તૈયારીમાં વધારાનો ભાગ લેવા અને કેન્દ્ર અને રાજ્ય નિરીક્ષણમાં વધારા સાથે આંતર-મંત્રી, અને કેન્દ્ર-રાજ્ય સંકલનને સુધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
આ મિશન ને ૩ ભાગ માં વહેંચવામાં આવ્યા છે. મિશન ને અમલ કરવાના પ્રવેશ-સ્તરની પ્રવૃત્તિઓ ને તાત્કાલિક દૃશ્યમાન અસર માટે, મધ્યમ ગાળાની પ્રવૃત્તિઓ (સમયમર્યાદાના 5 વર્ષમાં લાગુ કરવાની) અને, લાંબા ગાળાની પ્રવૃત્તિઓમાં (10 વર્ષમાં લાગુ કરવામાં આવશે) વહેંચવામાં આવ્યા છે.
આ મિશન ની વધુ જાણકારી લેવા માટે નીચેની લિંક પર જુઓ :
Namami Gange Mission in Uttarakhand: http://Namami Gange Mission in Uttarakhand