Daughters’ Day Special: સૌથી સુંદર બંધન , પિતા-માતા અને 1 દીકરી નો પ્રેમ – best Feelings of love

Daughters’ Day : સૌથી સુંદર સબંધ , પિતા-માતા અને 1 દીકરી નો પ્રેમ

Daughters’ Day: એક દીકરી માટે તેના માતા પિતા સાથેનો સંબંધ ખુબ જ અનુઠો હોય છે. આજે દીકરીઓનો દિવસ છે! તે દિવસ છે જ્યારે માતાપિતા તેમની દીકરીઓને વિશેષ લાગે છે.
એક પિતા તેની દીકરી માટે દુનિયાની સૌથી શ્રેષ્ઠ ખુશીયો લઈને આવે છે. પિતા પોતાની દીકરીને માટે કઈ પણ કરી લે છે. એક પિતા દુનિયા માં સૌથી વધારે પ્રેમ પોતાની દિકરીને કરે છે. આ અપાર પ્રેમ ખુબ જ સુંદર બંધન છે.
દીકરી માટે તેના પિતા તેના મિત્ર, હીરો અને ખુબ જ અગત્યના હોય છે. આ સંબંધ માં દીકરી પણ પોતાના પિતા માટે દરેક વાત સમજે છે.
પિતા સાથે વાત કરવા દીકરી ને કઈ કેહવાની જરૂર નથી પડતી. ખુબ જ નાની નાની વાતોથી અને બદલાવ થી જ બંને એક બીજા ને સારી રીતે સમજી જાય છે.

એક દીકરી ના જીવન માં ખુબ જ મોટા પડાવ આવે છે. એક એવો સમય આવે છે કે દીકરી ને વિદાય આપવી પડે છે. આ સમય પિતા અને દીકરી માટે ખુબ જ કપીડાદાયક હોય છે. પરંતુ પિતા તે સમયે પણ પોતાને મજબૂત રાખે છે.
એક માં કે બીજા લોકો તો રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરીલે છે, પરંતુ એક પિતા દરેક સમયે પોતાની લાગણીયો ને છીપાવી ને રાખે છે.
હું પણ એક દીકરી છું,અને દરેક દીકરી ને એક જ સવાલ છે, મને પણ સવાલ છે કે કેમ માત્ર દીકરી ને જ ઘર છોડીને વિદાય લેવી પડે છે?
એક દીકરી લગ્ન પછી પત્ની બને છે, કોઈની વહુ બને છે અને નવા બંધનો માં બંધાય છે. બધાને સાંભળતા સાંભળતા તે એટલી વ્યસ્ત થઇ જાય છે કે તેને પોતાના માટે પણ સમય નથી હોતો.
તે પોતાનું ઘર છોડીને નવા ઘરે આવે છે. ખુબ જ અગરુ હોય છે, અત્યંત નવા લોકો સાથે અચાનક જ ભળી જવું.
આજે દીકરીઓનો દિવસ છે! તે દિવસ છે જ્યારે માતાપિતા તેમની દીકરીઓને વિશેષ લાગે છે.
બધાને એક જ નિવેદન છે. માત્ર દીકરી નહિ પરંતુ દરેક સ્ત્રીનું સન્માન કરો. ચાહે તમારી પત્ની, માતા કે બીજાની દીકરી હોય. દરેક સ્ત્રી સમાન અધિકાર ધરાવે છે.
