April Ful: એપ્રિલ ફૂલ નામની એક ફિલ્મ 1 (one) unique and interesting film

April Ful: એપ્રિલ ફૂલ નામની એક ફિલ્મ

વિશ્વજિત અને સાયરાબાનુની યાદગાર ફિલ્મ ‘એપ્રિલ ફુલ’ આપણે પહેલી એપ્રિલ ના દિવસે એક ગીત ગાઈએ છીએ. આ ગવાતા ગીત ના ફિલ્મના ટાઈટલ સોંગ “એપ્રિલ ફૂલ બનાયા તો તુમકો ગુસ્સા આયા”.
આ ગીત ની શૂટિંગ એ એક સ્વિમિંગ પુલ માં કરવામાં આવી હતી. અને આ શૂટીંગ દરમિયાન વિશ્વજિતથી બોટ ચાલવામાં ભૂલ થઈ ગઈ હતી અને બોટ એક બાજુ નમી ગઈ. બોટ હાલકડોલક થવા માંડી અને સાયરા આ દરમિયાન પોતાનું સંતુલન ગુમાઈ બેઠા, પરંતુ સદનસીબે વિશ્વજિતે સમયસૂચકતા વાપરી સાયરાને બંને હાથથી પકડી લીધા
હિન્દી ફિલ્મની આ ઈન્ડસ્ટ્રીમાં એવું ઘણું ઓછું જ બને છે કે હીરો અને હીરોઈનની જોડીએ એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું હોય અને એ એમના માટે યાદગાર અનુભવ બની ગયો હોય.
વિશ્વજિત અને સાયરાબાનુએ ૧૯૬૪ માં ‘એપ્રિલ ફૂલ’ નામની રોમાન્ટિક ફિલ્મ કરી હતી.
વિશ્વજિત અને સાયરાબાનુ ની આ ફિલ્મ બહાર પડ્યા ના સાડા પાંચ દાયકા પછી પણ એકબીજાને કોઈ પણ વાર ક્યાંય બી મળે છે ત્યારે ‘એપ્રિલ ફૂલ’ના શૂટીંગ દરમિયાનના તેમના આ અનુભવો અચુક યાદ કરે છે. ૧૯૬૧માં બહાર પડેલી ફિલ્મ ‘એપ્રિલ ફૂલ ‘ સુબોધ મુખરજીની બીજી ફિલ્મ હતી. વિશ્વજિતને આજે પણ એ વાતનું આશ્ચર્ય છે કે મુખરજીએ પોતાની સુપરહિટ ફિલ્મ જંગલીની શમ્મી કપૂર- સાયરાની જોડીને એપ્રિલ ફૂલમાં રિપીટ કેમ ન કરી. – movie


આજની જેમ એ જમાનામાં પણ શૂટીંગ દરમિયાન કલાકારો એકબીજા સાથે મજાક-મસ્તી કરતા હતા. અને આ સમય ને ખુબ માણતા હતા.
હવે આ જ ફિલ્મ નું બીજું એક ગીત ‘આ ગલે લગ જા’ નું બર્મા શેલ કંપનીમાં સ્વિમીંગ પુલમાં થયું હતું. એ ગીતના શૂટીંગમાં જર્મનીની ડાન્સરો પણ જોડાવાની હતી. સાયરાજીએ વિદેશી ડાન્સરો સાથે વિશ્વજિતની મજાક કરતા કાવતરું રચ્યું.
પુલના કિનારે ચાલીને વિશ્વજિતે સાયરાને મનાવવાના હતા. ગીતની છેલ્લી લાઈનો દરમિયાન તેઓ પુલની સાવ લગોલગ પહોંચી ગયા ત્યારે ડાન્સરો ભેગી થઈને એમને પુલના ઠંડા પાણીમાં ખેંચી લીધા હતા. એને પગલે હીરોેના મોઢા, આંખ અને ગળામાં પાણી ભરાઈ ગયું હતું. તેઓ સ્વિમીંગ પુલમાંથી માંડ માંડ બહાર આવી ધુ્રજતા હતા ત્યારે સાયરા અને ડાન્સરો એમને જોઈને ખડખડાટ હસતી હતી.