કરોળિયો જાળામા પોતે કેમ નથી ફસાતો? અજબ ગજબ – important knowledge

Why doesn’t the spider fall into the web itself?

વિશ્વમાં અગણિત જીવ જંતુઓ રહેલા છે. પ્રત્યેક જીવ જંતુ પોત પોતાની જીવન જરૂરિયાત ની વસ્તુઓ મેળવવા માટે તે જ પ્રમાણે તે પોતાના જીવનમાં ઢળાઈ જાય છે.પોતે જીવન જીવવા માટે તે ખોરાક ગ્રહણ કરે છેે .તે ખોરાક ના માટે બીજા જીવજંતુ કે પ્રાણીઓ ને મારે છે અને તેનો આહાર કરે છે. આ જીવજંતુઓમાં એક કરોળિયો છે જે પોતાનો ખોરાક ગ્રહણ કરવા માટે જાડુ બનાવે છે .તેમાં પોતાના ખોરાકની ફસાવે છે અને પછી તેનો સંહાર કરે છે.
આપણે જાણીએ છીએ કે કરોળિયો જાળું બનાવે છે ,અને તેમાં ફસાયેલા જીવજંતુઓને ખાય છે .
પરંતુ તમે વિચાર્યું છે કે કરોળિયો પોતે જ પોતાની જાળમાં ક્યારેય કેમ નથી ફસાતો.
કરોળિયાનું જાળું તેના શિકારને પકડવાનું મુખ્ય સાધન છે.
કીડી-મકોડા કે મચ્છર તે જાળમાં ફસાઈ જાય એટલે વાત ખતમ . તે જેમ જેમ તરફડિયા મારે તેમ વધુ ફસાય .
કરોળિયાના જાળાના ચીકણા તાર તેના શરીર ફરતે વિંટળાઈ જાય અને કરોળિયો તેમનો આરામથી આહાર કરી જાય . પણ તમને ખબર છે કે કરોળિયો પોતાના જ બનાવેલા જાળામાં ક્યારેય કેમ ફસાતો નથી કે બીજો કરોળિયો પણ તેના જાળામાં આવીને ફસાતો કેમ નથી?
વિશ્વમાં કરોળિયાની લગભગ ૪૦૦૦ જેટલી જાત છે બધાની જાળા બનાવવાની રીત પણ જુદી છે .
કરોળિયા ને ૮ લાંબા પગ હોય છે કરોળિયાના શરીરમાંથી ચીકણું દ્રવ્ય નીકળે છે ,જે બહાર હવાના સંપર્કમાં આવીને દોરા જેવું બની જાય છે .
જાડુ બનાવવા માટે કરોળિયાની પેટ ની નીચે સ્પીનરેટ નામની ગ્રંથિ હોય છે .આ ગ્રંથિ ને આગળ પાછળ હલાવવી કરોળિયો પોતાનો જાળું ગૂંથે છે .
તાર માં કેટલી ચીકાશ રાખવી તે પણ તે જાણે છે .શરૂઆતનો મુખ્ય તાર જાડો અને વધુ ચીકણો હોય છે .બાકીના તાર પાતળા હોય છે.
કરોળિયો પોતાના લાંબા આઠ પગ ને તાર પર ગોઠવીને આગળ પાછળ દોડી શકે છે .તેનું શરીર તાર થી દૂર રહે છે .
કરોળિયો તેના જાડામાં થી બહાર નીકળવા માટે અલગ-અલગ તાર બનાવે છે ,જેના દ્વારા તે બનાવેલા જાળામાંં આવ જા પણ કરી શકે છે.
આમ કરોળિયાનું જાળું તેનું નિવાસસ્થાન બની જાય છે .
બીજા જંતુઓ તેમાં પ્રવેશી શકતા નથી અને જે પ્રવેશી જાય છે તે કરોળિયા નો આહાર બની જાય છે .તેમાંથી બહાર નીકળી શકતા નથી .
કરોળિયો જાળું બનાવે છે અને તેમાં રહે છે અને પોતાના લાંબા પગ ની લીધે તે જાળમાં ફસાઈ જતો નથી .
તેનું શરીર જાડા થી દૂર રહે છે અને બીજા જંતુઓ તેમાં ફસાઇ જાય છે અને તેનો આહાર બને છે મિત્રો આજ કારણના લીધે તે કર્યો કે બીજો કોઈ પણ કરોળિયો પોતે બનાવેલા કે બીજા કરોળિયા દ્વારા બનાવેલા જાડામાં ફસાઈ જતો નથી.
Join Our Facebook Page
કરોળિયો જાળામા પોતે કેમ નથી ફસાતો?