why sky blue in colour-આકાશ વાદળી રંગનું કેમ દેખાય છે?

આકાશ વાદળી રંગનું કેમ દેખાય છે?

why sky blue in colour- આકાશ વાદળી રંગનું કેમ દેખાય છે?
આટલું સ્પષ્ટ છે કે આકાશ વાદળી છે, તમે વિચારો છો કે કારણો એટલા સ્પષ્ટ હશે.
તેઓ નથી! મેઘધનુષ્યના બધા રંગોમાં, વાદળી કેમ?
આકાશ જેટલું સરળતાથી લીલોતરી થઈ શકતો નથી? કે પીળો? જ્યારે આપણે મેઘધનુષ્ય જોયે છે, ત્યારે આપણે આકાશમાં લીલો અને પીળો, તેમજ વાદળી, વાયોલેટ, નારંગી, પીળો, લાલ અને તેની વચ્ચેની દરેક વસ્તુ જોયે છે.
તેનો જવાબ જાણવા માટે એ જાણવું જરૂરી છે કે સૂર્યથી જે પ્રકાશ આપણને મળે છે તે સફેદ રંગનો હોય છે, અને આ સફેદ રંગ સાત રંગોનું મિશ્રણ હોય છે .
જ્યારે તેને તોડવામાં આવે ત્યારે આપણને તે સાત રંગો માં વિભાજીત મળે છે મતલબ કે સૂર્યનો પ્રકાશ જે સફેદ રંગનો દેખાય છે તે હકીકત ઇન્દ્રધનુષ ના જ સાત રંગ છે.
તેના ઉદાહરણ માટે આપણે જોઈએ ઇન્દ્રધનુષ.
જ્યારે પણ વરસાદ પડતો હોય છે અને સૂર્યના કિરણો તે વરસાદના ટીપા માંથી પસાર થાય છે ત્યારે તે સાત રંગોમાં વિભાજિત થાય છે, અને આપણને ઇન્દ્રધનુષ દેખાય છે .
આ સાત રંગોમાં જા, ની, વા, લી, પી, ના, રા નો સમાવેશ થાય છે. જેમાં આ જા, ની ,વા ,લી ,પી ,ના ,રા (જાંબલી , નીલો , વાદળી ,લીલો ,પીળો ,નારંગી અને રાતા) રંગનો સમાવેશ થાય છે.
હવે આ સાત રંગોના વિભાજનમાં દરેક રંગ અલગ-અલગ તરંગ લંબાઈ ધરાવે છે અને આ બધા જ રંગોમાં સૌથી વધુ તરંગ લંબાઈ લાલ રંગની હોય છે .
હવે જેમ ઉપર જઈશું આ સાત રંગોમાં તેમ તેની તરંગ લંબાઈ ઓછી થતી જશે મતલબ કે જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી છે .
ધ્યાનમાં લેવું કે જેમ પણ તરંગ લંબાઈ વધુ તેમ તેની પર પ્રસરણ થવાની શક્યતા ઓછી .
હવે એમ થઈ રહ્યું છે કે જ્યારે પણ સૂર્યમાંથી પ્રકાશ નીકળે છે અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે , ત્યારે તે પૃથ્વીના વાતાવરણમાં રહેલા કેટલાક રજકણો રહેલા છે જેની સાથે અથડાય છે.
હવે નોંધ લેવી કે જેટલી તરંગ લંબાઈ વધુ તેટલું રજકણો સાથે અથડાવાની શક્યતા ઓછી અને જેટલી તરંગ લંબાઈ નાની તેમ રજકણો સાથે અથડાવાની શક્યતા વધુ હોય છે .
આકાશ વાદળી રંગનું કેમ દેખાય છે?
લાલ રંગ ની તરંગ લંબાઈ સૌથી વધુ હોવાથી તેની રજકણો સાથે અથડાવાની પ્રક્રિયા સૌથી ઓછી થાય છે જ્યારે સૌથી ઓછી તરંગલંબાઇ ધરાવતો જાંબલી રંગ સૌથી વધુ રજકણો સાથે અથડાય છે ,અને તેમાંથી પસાર થાય છે .
રજકારણ સાથે અથડાવાના લીધે જાંબલી રંગ પ્રસરી જાય છે અને તે જ રંગ વારંવાર બીજા રસાયણો સાથે અથડાઈને પ્રસરતો જાય છે. આ જાંબલી રંગના વારંવાર પ્રસરણ થવાના લીધે આપણને આકાશ વાદળી જોવા મળે છે.
હવે તમને પ્રશ્ન થશે કે સૌથી વધુ પ્રસરણ જાંબલી રંગનું થાય છે છતાં પણ તે આપણને વાદળી કેમ દેખાય છે?
આ ઘટના માટે બે કારણ જવાબદાર છે.
તેમાંથી એક એમ છે , કે આપણી આંખ તે નાની તરંગ લંબાઈ વાળો જાંબલી રંગ વાદળી તરીકે ગ્રહણ કરે છે.
આપણી દ્રષ્ટિ તે વાદળી રંગને ગ્રહણ કરે છે. તેથી તે આપણને વાદળી દેખાય છે .
બીજા કારણ પ્રમાણે જાંબલી રંગ આછો હોય છે અને તેની તરંગલંબાઇ વારંવાર બદલાતી હોય છે. તે વખત તેની તરંગલંબાઇ વધુ અને અમુક વખતે તરંગ લંબાઈ ઓછી જોવા મળે છે .
આ પણ એક કારણ છે જેના લીધે આપણને તે વાદળી રંગ દેખાય છે .
આ બે કારણના લીધે આપણને આકાશ વાદળી રંગનું જોવા મળે છે.

તમને બીજો પ્રશ્ન થશે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય આપણને સૂર્ય કેસરી કે લાલ કેમ જોવા મળે છે?
તેના પાછળ પણ કારણ, તે વાતાવરણ છે.
સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે બીજા સમય ના પ્રમાણ માં પ્રકાશ ને પૃથ્વી સુધી પહોંચવા માટે વધુ અંતર કાપવું પડે છે , અને વધુ અંતર કાપવા થી વાદળી રંગ નું પ્રસરણ વધુ થઈ જાય છે , અને લાલ રંગનું સૌથી ઓછું પ્રસરણથાય છે .
આ લાલ રંગ નું ઓછું પ્રસરણ થાય છે તેથી તે સીધું આપણી આંખ માં પ્રવેશ કરે છે.
પરંતુ વાદળી રંગ તે મોટા પ્રમાણ માં પ્રદરણ પામી જાય છે તે આપણી આંખ માં પ્રવેશ નથી કરતો.
તે કારણથી તે સીધા આપણી આંખમાં આવે છે અને આ જ કારણને લીધે તે આપણને લાલ દેખાય છે.
આકાશ વાદળી રંગનું કેમ દેખાય છે?
why sky blue in colour
Join our Facebook Page
https://www.facebook.com/gujaratinewsusa